એક શબ્દ છે,
એનર્જી વેમ્પાયર- ઊર્જા ચૂસે તે. વેમ્પાયર એવું પ્રાણી છે જે અન્ય જીવંત પ્રાણીઓના લોહીને ચૂસીને જીવે.ફોનમાં બેકગ્રાઉન્ડમાં અમુક એપ્સ બેટરીનો પાવર ખેંચતાં રહે તેને એનર્જી વેમ્પાયર કહે છે.
એવા એનર્જી વેમ્પાયર માણસો પણ હોય. લોહી પીતા લોકો. આવા લોકો ઈમોશનલ વેમ્પાયર હોય, જે બીજાને ચોંટેલા રહીને તાકાત મેળવતા હોય. તમે જો કોઈ વ્યક્તિની હાજરીમાં માનસિક રીતે થાકનો, ખાલી થઇ ગયાનો અનુભવ કર્યો હોય, તો તે એનર્જી વેમ્પાયર કહેવાય.
એનર્જી વેમ્પાયર એટલે એવા લોકો, જે તેમના વર્તન અને વાતોથી તેમની આસપાસના લોકોની ઊર્જાને, જુસ્સાને, જોમને નીચોવી નાખે.સામેવાળા ને હીનતા ની લાગણી થાય કે પોતે કેટલો અજ્ઞાની છે.ઈસરો અથવા નાસા ના સાયન્ટિસ્ટો ના ચંદ્રયાન ની ડિઝાઇન માં પણ ભૂલ કાઢે. આવા લોકો પહેલી નજરમાં સ્માર્ટ લાગે, પણ સમય જતાં બીજા લોકો પર તેમની અસર થાય.
આવી વ્યક્તિઓ તેમના અચેતન મનમાં સમસ્યાઓ અને લાગણીઓ થી બિતા હોય. અજ્ઞાત ભય થી પીડાતા હોય.બીજા ની લીટી નાની કરી નાખે.અથવા તો સામેવાળી વ્યક્તિ ને કાલ્પનિક ભય દેખાડે.અમારે અમુક મિત્રો હતા કામ કરતી વખતે ઓથોરિટી ને કહે જોજો હાથકડી પડી જસે.આથી ઓથોરિટી કહે મુંનવર ભાઇ તમે કરો એ સાચું.ને એવા લોકો તેમની પીડાને બીજી વ્યક્તિ પર ઠાલવે તો જ સારું લાગે. તેને ઈમોશનલ લોડ દે.
આવી જ રીતે...અમુક લોકો એનર્જી ગીવર હોય છે..તેઓ આસપાસના માહોલમાં સકારાત્મકતા લાવી અને લોકો પ્રોત્સાહિત થાય તેવું વર્તન કરતા હોય.દરેક ની એક ઊર્જા હોય છે તે આપણે આપણા વિચારો, વર્તન અને કામ દ્વારા એ ઊર્જાથી આસપાસના લોકોને પ્રભાવિત કરીએ છીએ. એ ઊર્જા નકારાત્મક કે સકારાત્મક હોઇ શકે. આપણી હાજરીથી લોકોને સકારાત્મકતાનો, ઉત્સાહનો, આશાનો અનુભવ થાય અને તે પ્રમાણે તેઓ કામ કરવા કે જીવવા માટે પ્રેરિત થાય તેને એનર્જી ગિવર કહે છે. આવી વ્યક્તિ ખુદ સકારાત્મક હોય અને સમગ્ર રીતે એક ખુશખુશાલ જીવન જીવતી હોય છે.